વીણ્યા કરું
Jan 29th 2008rasikmeghaniશુષ્ક લાંબા મારગે
બીજ કોઈના માટે વીણ્યા કરું
ફોતરા મગફળીના ફોલ્યા કરું
પ્રેમ સીમા નિતાંત ખાળ્યા કરું
બોર એકેક વીણી ચાખ્યા કરું
મળ નહિ તું ઉદાસ લોકોને
હું તો રોયા કરૂં, ને જીવ્યા કરું
સ્તબ્દ્ય વંટોળ વચ્ચે સપડાઈ
હૈયું બાળીને રાખ વેર્યા કરું
પડઘા પડશે ભરેલ વાદળના
મૌન સેવીને વાત સુણ્યા કરું
ધોમ ચૈતરમાં આંબવા મૃગજળ
ફાળ મૃગલાથી માંગી ભાગ્યા કરું
જીર્ણ ફાટેલ તારા પત્ર ‘રસિક’
ટાંકણીમાં સતત પરોવ્યા કરું