ઘણાં હતા

એકાંતમાં   અમે   ભર્યા   ડુસ્કા   ઘણાં હતા
પડઘા  તમારી  યાદના  પડયા  ઘણાં હતા

લાબા  સમયની   દોડમાં  ભીંજાઈ  દ્યૂળથી
ચહેરા   કદાચ   એટલે   ઝાંખા  ઘણાં હતા

દુઃખની   ઘટામાં  આયખું  વીતી ગયું છતાં
સુખચેન  સાથે જીવવા  ઝંખ્યા  ઘણાં  હતા

અસ્તિત્વ  આખું આગમાં હોમીને એ પછી
વાદળ  ઉઠાવી  આભ વરસ્યા   ઘણાં હતા

ભવ સાગરે  જે  ડૂબી ગયા એમના નસીબ્
નહિંતર  એ  બૂંદ  બૂંદ તરસ્યા  ઘણાં હતા

ઠોકર  ન ખાધી ચાલતા કયારેય પણ કહીં
આરસપહાણ   પંથે   લપસ્યા   ઘણાં હતા

થાકીને  સાંજ ટાણે ‘રસિક’  બેસવું  પડયું
નહિતર વિરાટ રણ મહીં રસ્તા ઘણાં હતા

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply