શબભર એવું

અશ્રુ,   પાલવ      શબભર   એવું
વર્ષે     ઝરમર      ભાદર      એવું

ડૂબવું,    તરવું,   ભવસાગરમાં
મોજા,   નૌકા,   જળચર    એવું

છેદ     ભરેલાં    જખ્મી      પગલાં
રસ્તો,   કાંટા,    પથ્થર    એવું

ચાંદ   સમું   પણ   દાગ  જરી  ના
તારું      મુખડું       સુંદર      એવું

એકલા    એકલા     લાંબા     રસ્તે
કાંટા,    જંગલ,  અજગર  એવું

જીવન   તો   બસ   અટકળ   જાણે
આશ    નિરાશા    સહચર     એવું

તારા   વિના    હો   દુનિયા   એની
સોચે  ‘રસિક’   ના  પલભર એવું

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply