એ બધાની વાત
Jan 28th 2008rasikmeghaniશુષ્ક લાંબા મારગે
ચાલો મળી કરીએં ફરી એ બધાની વાત
ટપકાવી અશ્રુને પછી ભૂલી ગયાની વાત
જેઓ સમયના વહેણમાં ભૂલા પડી ગયા
એવા સગા વહાલા ને પ્યારા સખાની વાત
મન સાંભળી જે નામથી પુલકિત બની ઊઠે
એ છાના છાના પ્રેમ સભર એકલાની વાત
થઈ પારકાં જે આજ વિખૂટા પડી ગયા
કયારેક આપણા હતા એ આપણાની વાત
મન ધીમી ધીમી ગૂફતગૂમાં રાચતું રહે
એ મીઠા મીઠા સોણલામાં જાગવાની વાત
એ જૂઈની સુગંધ અને યાદની મહેક
એ મોગરો, ચમેલીે અને કેવડાની વાત
એના હજીય દિલ ઘણાં સંભારણા કરે
નખશીખ મજાના જે હતા જેની મજાની વાત
ચહેરા સમયની ધૂળથી ભીંજાઈને ‘રસિક’
ટિંગાયા રિકત ભીંત ઉપર એ બધાની વાત
1 Comment »
Harnish Jani on 29 Jan 2008 at 11:44 am #
સરસ ગઝલ.દિલ ભિ’જવી ગયુ’.