કટોકટની ઘડી છે,
May 8th 2008rasikmeghaniમારી પસન્દ-ગઝલો
સંભાળજે ઓ દિલ આ કટોકટની ઘડી છે,
આ દુનિયા મને એકીટશે જોઈ રહી છે.
આગળ તો જવા દે આ જીવનને પછી જોજે,
હમણાં શું જુએ છે એ સુખી છે કે દુ:ખી છે.
સજદામાં પડી જાઉં હું બળ દે ઓ બુઢાપા,
અલ્લાહ તરફ મારી કમર સહેજ ઝૂકી છે.
સૌ પાકા ગુનેગાર સુખી છે, હું દુ:ખી છું,
શું મારા ગુનાહોમાં કોઈ ચૂક થઈ છે ?
અલ્લાહ મને આપ ફકીરીની એ હાલત,
કે કોઈ ન સમજે, આ સુખી છે કે દુ:ખી છે.
– મરીઝ
લયસ્તરો’ના સૉજન્યથી
http://layastaro.com/
No Comments »