હજી યાદ છે મને

દિલમાં   હતો   કરાર,  હજી  યાદ  છે  મને
જીવનનો   એ   પ્રકાર,  હજી  યાદ છે  મને

મળવું   હસી   હસી  ને  વિખૂટા   થવું  રડી
એ   બાદ  ઈન્તિઝાર, હજી  યાદ   છે   મને

ખાંડાની  ધારે  ખેલ  અને  મોત સાથે  બાથ
ત્યાં   ચાલવું   ધરાર,  હજી  યાદ  છે   મને

દિલમાં   વરાળ,  હોંઠનું  ફફડી  રહી  જવું
આંખેથી    અશ્રુધાર,  હજી  યાદ   છે  મને

થાકીને    ચૂરચૂર    બદન,   મંઝિલે    જવું
ત્યાં   મળવું  બંધ  દ્વાર, હજી  યાદ  છે મને

યુગ યુગ  સુધીમાં  વિસ્તરે પળ  બેકરારની
એ  નિત્ય  ઈન્તિઝાર,   હજી  યાદ  છે મને

એ   વિશ્વને    વસાવવું,    બંનેની   ઘેલછા
બસ પ્યાર જ્યાં હો પ્યાર, હજી યાદ છે મને

બીજાને   માટે   જીવવું,  જીવી   મરી   જવું
એ  જિંદગીનો   સાર,  હજી   યાદ  છે  મને

રંગતમાં  કાં  સગંધ  ‘રસિક’  મેળવી  ગયો
એના    ઉપર  પ્રહાર,   હજી  યાદ  છે  મને

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply