વીણ્યા કરું

બીજ   કોઈના   માટે  વીણ્યા  કરું
ફોતરા  મગફળીના   ફોલ્યા   કરું

પ્રેમ   સીમા   નિતાંત  ખાળ્યા  કરું
બોર   એકેક   વીણી   ચાખ્યા  કરું

મળ    નહિ   તું   ઉદાસ   લોકોને
હું  તો  રોયા  કરૂં, ને  જીવ્યા  કરું

સ્તબ્દ્ય   વંટોળ    વચ્ચે   સપડાઈ
હૈયું   બાળીને   રાખ   વેર્યા   કરું

પડઘા   પડશે   ભરેલ    વાદળના
મૌન   સેવીને   વાત  સુણ્યા   કરું

ધોમ  ચૈતરમાં  આંબવા  મૃગજળ
ફાળ મૃગલાથી માંગી ભાગ્યા કરું

જીર્ણ   ફાટેલ  તારા પત્ર  ‘રસિક’
ટાંકણીમાં  સતત   પરોવ્યા   કરું

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply