પીળાં થાય છે-બિસ્મિલ મન્સૂરી
Apr 27th 2008rasikmeghaniમારી પસન્દ-ગઝલો
પાનખરમાં પર્ણ પીળાં થાય છે,
એક સપનું આંખમાં મુરઝાય છે.
અમથી અમથી રાતભર જાગ્યા કરું,
વાત વીતેલી યે ક્યાં ભૂલાય છે ?
હું તો હરદમ મૌન વાગોળ્યા કરું,
હોઠે કોનું નામ આવી જાય છે ?
જે કદી યે શબ્દમાં આવે નહીં,
તે જ બિસ્મિલ મૌનમાં પડઘાય છે.
-બિસ્મિલ મન્સૂરી
‘લયસ્તરો’ના સૉજન્યથી