સ્વભાવ છે – ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

દરિયો વિશાળ છે ને નાની જ નાવ છે,
છોડી દે યાર આ તો જૂઠ્ઠો બચાવ છે.

સારે છે આંસુઓ તું ઝાકળ સ્વરૂપે રોજ
ઈશ્વર ભલા તને આ કોનો અભાવ છે ?

આવે નહીં તો જાય બીજે ક્યાં આ ચાંદની ?
ખેતરના માંચડા પર મારો પડાવ છે.

એને જરાય એના કદથી ન માપ તું
જેવી છે, જેવડી છે, અંતે તો વાવ છે.

– ચંદ્રેશ મકવાણા ‘નારાજ’
રીડ ગુજરાતીના સૉજન્યથી
http://www.readgujarati.com/sahitya/

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help