પરીક્ષા છે - ‘મન્ઝર’ કુત્યાન્વી

કેટલી આકરી પરીક્ષા છે
જિંદગી મોતની પ્રતિક્ષા છે

થઇ શકે તો દે દાન દર્શનનું
મારે મન એજ દીક્ષા છે

કોણ પામે છે અંત જોઇશું
રાત છે, હું છું, ને પ્રતિક્ષા છે

ઘૂંટ લોહીના પાય છે દુનિયા,
શું એ તૉબા કર્યાની શિક્ષા છે ?

સુખ છે પ્રસ્તાવના અગર ‘મન્ઝર’
દુઃખ જીવનગ્રંથની સમીક્ષા છે

-’મન્ઝર’ કુત્યાન્વી
‘રચના’ કાવ્ય સંગ્રહ અને
‘ગઝલઃ સ્ંરચના અને છંદ વિધાન’ - સુમન અજમેરીના સૉજન્યથી

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply