કોણે કહ્યું તને-‘ઝાકિર’ ઉપલેટવી

જકડેલ જણ છીએ અમે કોણે કહ્યું તને
વાતાવરણ છીએ અમે કોણે કહ્યું તને

ભીનપ અગર હો ભાવમાં, ભીંજાઇને જશે
સુકૂ ઝરણ છીએ અમે કોણે કહ્યું તને

આંખો થશે જો બંધ તો સપનામાં આવશું
દર્પણ લગણ છીએ અમે કોણે કહ્યું તને

તું લાગણીની હુંફ, તો આપીને જો જરા
દિલના કઠણ છીએ અમે કોણે કહ્યું તને

અવિરત વહે એ જળ છીએ,મોસમ હો કોઇપણ
શ્રાવણ લગણ છીએ અમે કોણે કહ્યું તને

જખ્મો મળ્યા જે અમને કહો તો ગણાવીએ
‘ઝાકિર’ અભણ છીએ અમે કોણે કહ્યું તને

‘ઝાકિર’ ઉપલેટવી
-‘વિદેશી ગઝલો’ સંપાદકઃ ‘દીપક” બારડોલીકરના સૉજન્યથી

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help