મને એટલી ખબર છે–મુન્શી ધોરાજવી (હઝલ)

જેનું સીમ માંહે ખેતર, નતો ગામ માંહે ઘર છે
છતાં નામ તાજવર છે, મને એટલી ખબર છે

ભલે ઊંટ જેમ રહ્યા, એના સર્વ અંગ વાંકા
મારી જોરુ પાસે જર છે, મને એટલી ખબર છે

મારી સાસુ ગુમ થઇ છે, નથી જાણ ક્યાં ગઇ છે,
મારે આંગણે ગટર છે, મને એટલી ખબર છે

જરા છીંફ ખાય પત્ની ત્યાં પિયરનો પંથ લે છે
એનો બાપ દાકતર છે, મને એટલી ખબર છે

સદા જીવવાની ‘મુન્શી’ હતી જેમની તમન્ના
અહીં એમની કબર છે, મને એટલી ખબર છે

-મુન્શી ધોરાજવી
‘વિદેશી ગઝલો’ના સૉજન્ય્થી

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply