મને એટલી ખબર છે-‘નઝર’ ગફૂરી

હજી દર્દની અસર છે, મને એટલી ખબર છે
રહે રોજ આંખ તર છે, મને એટલી ખબર છે

ઘણા વિઘ્ન પંથ પર છે, છતાં ચાલતો રહું છું
કે આ પ્રેમની સફર છે, મને એટલી ખબર છે

ન કબૂલે વાત દિલની, ન લે કામ જે સમજથી
એ તો થાય દરબદર છે, મને એટલી ખબર છે

રહી છે સદા બહારો, અને મ્હેકતી સવારો
મેં ન જોઇ પાનખર છે, મને એટલી ખબર છે

જતાં આવતાં મને એ, મળી જાય છે અચાનક
અહીં માર્ગમાં જ ઘર છે, મને એટલી ખબર છે

ઘણી નામના મળી છે, ઘણી આબરુ વધી છે
છતાં હોંશમાં ‘નઝર’ છે, મને એટલી ખબર છે

‘નઝર’ ગફૂરી
(“વિદેશી ગઝલો” પ્રકાશક ;રન્નાદે પ્રકાશનના સૉજન્યથી)

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help