સફળ માંગું -‘રસિક’ મેઘણી
Feb 22nd 2008rasikmeghaniશુષ્ક લાંબા મારગે
એમ જીવનને મુજ સફળ માંગું
સાથ કેવળ હું તુજ સકળ માંગું
શ્યામ રાતોમાં જ્યોત આશાની
મારા પંથે સદા પ્રજળ માંગું
પૂર્ણ જ્યાં એષણાની સીમા હો
તારા સાનિંઘ્યની એ પળ માંગું
થાય નિષ્ફળ બધી નિરાશાઓ
એક આશા ફકત સફળ માંગું
હાથ નિર્બળ ઉઠાવી તારાથી
મારા હું બાવડા પ્રબળ માંગું
હોય ના ટેકરો કે ખાડો જ્યાં
એવો રસ્તો ‘રસિક’ સરળ માંગું