સુબ્હો શામ હતા-“રસિક” મેઘાણી
Feb 20th 2008rasikmeghaniશુષ્ક લાંબા મારગે
અમારી જિંદગીમાં એજ સુબ્હો શામ હતા
તમારી યાદ હતી ને છલકતા જામ હતા
હું દોડી છેવટે થાકીને રણમાં બેસી ગયો
ઉઘાડું આભને રસ્તા બધા અનામ હતા
સમય ન સાથ કદી આપી શકયો જીવનમાં
ઘણી જ ઈચ્છા હતી,બાકી ઘણાંય કામ હતા
અમારી આજ પણ જાહોજલાલી અંકિત છે
સફરમાં જયાં કદી કીધા અમે વિરામ હતા
અમારું એક થયું આજ દ્વાર બંધ ‘રસિક’
તમારા માટે ઘણાયે નવા મુકામ હતા
No Comments »