તારા ગયા પછી
Jan 30th 2008rasikmeghaniનવી ગઝલો
સૂના બધા પડી ગયા, તારા ગયા પછી
ઘરના સજેલા ઓરડા, તારા ગયા પછી
કેવળ વરસ્તી લૂ રહી બળતા બપોરે ધૂપ
જોયા ન રસ્તે છાંયડા, તારા ગયા પછી
દિવસો તમામ વીતી રહે, તારી યાદમાં
બાકી ન કોઈ ખેવના, તારા ગયા પછી
પલ્ટાઈ પાનખરમાં ગઈ, ઋત વસંતની
મૂરઝાયા પુષ્પ પાંદડા, તારા ગયા પછી
ભટકી રહેલ ભીડની વચ્ચે છું એકલો
ક્યાંયે મળ્યા ન છાંયડા, તારા ગયા પછી
ઝાંખા પડી ગયા’તા ‘રસિક’ ધૂળથી રમી
ચહેરા વગરના આયના, તારા ગયા પછી
No Comments »