અપાર નથી

વ્યથા   વિયોગની   જોકે    હવે   અપાર   નથી
છતાંય   શાને   હૃદયમાં    હજી   કરાર    નથી

અનંત    વાટમાં    તૃપ્તિ   તરસ્તો   રહયો   છું
પરંતુ   જિંદગી    લાગી   હજી   અસાર    નથી

સમગ્ર   જિંદગી   પ્રગટેલી    એક    આશ  રહી
પ્રતિક્ષા  એની   કરી   કે,  જે  આવનાર   નથી

વમળમાં     ડૂબી    ઊભરવું     ઉમંગ   હૈયાથી
છે   વાત  રોજની   દિ  એકનો  ચિતાર   નથી

ફફડતા   હોંઠને   વાચા   નહીં   મળી   તો   શું
કહે   છે   કોણ   તમારાથી   અમને  પ્યાર નથી

જનમથી   એષણા  મૃગજળની   વચ્ચે  અટવાઈ
યુગાની   પ્યાસ  છે   તૃપ્તિ   કદી  થનાર   નથી

‘રસિક’   વ્યથામાં  વીતાવી   છે   રાત   જાગીને
પરોઢ    પાસ     છે   પો    ફૂટવાની   વાર   નથી
 

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help