તારા ગયા પછી

સૂના  બધા  પડી  ગયા, તારા  ગયા પછી
ઘરના  સજેલા  ઓરડા, તારા ગયા  પછી

કેવળ વરસ્તી લૂ  રહી બળતા બપોરે ધૂપ
જોયા ન  રસ્તે  છાંયડા,  તારા  ગયા પછી

દિવસો  તમામ  વીતી  રહે, તારી યાદમાં
બાકી ન  કોઈ  ખેવના, તારા  ગયા  પછી

પલ્ટાઈ  પાનખરમાં  ગઈ,  ઋત વસંતની
મૂરઝાયા  પુષ્પ  પાંદડા, તારા  ગયા પછી

ભટકી  રહેલ    ભીડની   વચ્ચે   છું   એકલો
ક્યાંયે  મળ્યા ન છાંયડા, તારા ગયા પછી

ઝાંખા પડી  ગયા’તા ‘રસિક’ ધૂળથી રમી
ચહેરા વગરના આયના, તારા  ગયા પછી

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help