મને આપ્યું

પ્રેમ    ભીંનું  વલણ  મને  આપ્યું
દર્દે   દિલનું  શરણ   મને  આપ્યું

લોહી  ટપકે  ધબકતા  દિલ સાથે
લાગણીનું    ઝરણ   મને  આપ્યું

ધોમ  તડકો   ઉઘાડા  આભ  તળે
ચાલવા  આખું  રણ  મને   આપ્યું

જિંદગી   આખી    જીવવા    માટે
મોતનું    વિસ્તરણ   મને   આપ્યું

એટલે     આમતેમ    ભાગું    છું
આ નગરનું  હરણ   મને  આપ્યું

જિંદગીના      ઉદાસ     રસ્તામાં
બંધ ઘરનું   ભ્રમણ  મને  આપ્યું

સૂર્ય આખો ‘રસિક’ના પાલવમાં
તારલાનું   કિરણ    મને   આપ્યું

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply