અફસોસ એનો છે

સઘળા  મકાન   આઈના,  અફસોસ  એનો છે
પથ્થર  વડે  રમ્યા  બધા,  અફસોસ   એનો છે

મઝધારે    ડૂબવાનો   કઇં  ગમ   નથી   છતાં
સાહિલ સમજતાં કાં રહ્યા, અફસોસ  એનો છે

જે   રીતથી   એ   સજ્જ    થયા   જાણે   રૂપનાં
પારેખ  ના  અમે  હતા,   અફસોસ   એનો છે

સાથે   જે  ચાલ્યા   ખાળવા,  ખાડાં  ને  ટેકરાં
ઘર  પાસે   વેગળા  થયા,  અફસોસ  એનો છે

દ્વિધામાં  વચ્ચે   એકલો  ઊભો  ને આસપાસ
રસ્તા  કાં  આટલા   બધા, અફસોસ  એનો છે

સળગી  ને  ભસ્મ  થઈ  જતા  મારા મકાનને
જોતા ‘રસિક’ બધા રહ્યા, અફસોસ  એનો છે

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help