નયન તમારા

પલક પલક પાંખડીના જેવી, ગુલાબ જેવા નયન તમારા
છે કાળી કાળી લટોની સાથે, વદનની શાભા નયન તમારા

સતત પ્રવાસી જીવનના પંથે, અમિટ રહીને છે મનમાં અંકિત
અમોને મલકાટ પ્રેમ પૂર્વક, પ્રદાન કરતા નયન તમારા

છો સાદગીના તમે વિભાકર, છો રૂપવરમાં તમે પ્રભાકર
પ્રલોભનોથી રહીને વંચિત, મલકતા હસતા નયન તમારા

સુદેહ કોમળ ધડકતું હૈયું અજબ ખુમારીમાં સાદગી પણ
છે રૂપ ગર્વિષ્ઠ ગ્રીવા કિન્તુ, હયાથી ઝુકતા નયન તમારા

કરાળ જીવનના આંગણાંમાં તિમિર સભર છે દિશાઓ ત્યારે
અમારા એકાંત દિલમાં ઝાંકી, ઉજાસ કરતા નયન તમારા

અમારી યાદે તમારી રાતો, વિયોગી દિલમાં સપન પ્રજાળી
સજાવી ઝાકળ પલક પલક પર, ને એમ હસતા નયન તમારા

અધર છે ફફડીને બંધ બંને, ‘રસિક’ની પલકાર વિણ છે આંખો
મિલનની એવી ઘડી છે ત્યારે, હૃદયની ભાષા નયન તમારા

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.