નથી લખાતું -‘રસિક’ મેઘણી
Feb 15th 2008rasikmeghaniશુષ્ક લાંબા મારગે
સતત  લખું  છું  સવાર  સાંજે, પરંતુ   આજે   નથી   લખાતું
લખી  લખીને  જખમ  હું  થાકયો, હવે  વધારે નથી  લખાતું
ઘણીજ ઈચ્છા  કરું  છું લખવાની ચાદ, સૂરજને  તારલા પણ
કસમ તમારા, તમારા વિણ  કઈં  અમારા હાથે નથી  લખાતું
ઉકેલવા   જિંદગીના  ભેદો,  કરું  છું  હું   પણ  પ્રયાસ  કિન્તુ
તુષાર   જોઈ   લઉં  છું  જ્યારે,  સવારે  ત્યારે  નથી  લખાતું
ઘણું  લખ્યું છે, ઘણું  લખાશે, લખી  લખી  થાકવાનો  કિન્તુ
શરૂથી  જેની  મેં   ઈચ્છા  કીધી, હજી   જરાયે  નથી  લખાતું
હસીને  દિવસો  ગુજારી  દીધા, રડીને  રાતો  ગુજારી  દીધી
શરીર   કંપે,   બધુંય   ઝાખું ,  હવે   જરાયે   નથી   લખાતું
તડપતા દિવસો ગયા મિલનના, વિરહની વાતો રહી ગઈ છે
કદાચ   એથી  ‘રસિક’ આ  સાંજે, ભલે પધારે નથી  લખાતું