ટેકરાં ખાડાં ભલે આવ્યા કરે

ટેકરાં ખાડાં ભલે આવ્યા કરે
ચાલનારા તો સતત ચાલ્યા કરે

હું હૃદયના આઈનામાં જોઉં તો
મારા જેવા સૌ મને લાગ્યા કરે

એક નાનકડા મિલનની વાટમાં
તું યુગોમાં રાત લંબાવ્યા કરે

તું નગરની ભીડ વચ્ચે આમતેમ
એકલો ખોવાઈ શું ગોત્યા કરે

હોય ના કેવળ વસંતો રોજ રોજ
પાનખર જેવું ‘રસિક’ આવ્યા કરે

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply