તારી યાદ વિસ્તરી ગઈ

કદી નયન સુધી જો તારી યાદ વિસ્તરી ગઈ
પલક પલકને ભીંજવી એ તરબતર કરી ગઈ

વ્યથાના શબ્દે શબ્દે મુજ મગજને ખોતરી ગઈ
જે તારી વાત દિલ સધી મને અસર કરી ગઈ

પ્રણયનું પુષ્પ ધૈર્ય છે, જે થઈ ગયું તે થઈ ગયું
એ દિલમાં સીંચી ભાવના કળીય પાંગરી ગઈ

સમયની સાથ દિલના ઘાવ પુષ્પ જાણે થઈ ગયા
હરી ભરી કળી બધી કુમાશ પાંગરી ગઈ

ખમી શકી ન વાટિકા તુષાર ભાર પણ અગર
કહીં સુમન ખરી ગયું, કહીં કળી ખરી ગઈ

યુગો સુધી નહીં મટે એ ચિન્હ કોઈ પ્યારનાં
જે પુષ્પ સમ હૃદય ઉપર કો’ શબ્દ કોતરી ગઈ

નથી ધબકતું દિલ અગર, નથી નયનમાં આશતો
કરૂં શું એવી લાશ જે વમળમાં પણ તરી ગઈ

‘રસિક’ સુમનને બાળી ગઈ,એ દ્રેષ આગ બાગમાં
નજર નજરમાં એકલા જે કંટકો ભરી ગઈ

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help