ટેકરાં ખાડાં ભલે આવ્યા કરે
Feb 27th 2008rasikmeghaniશુષ્ક લાંબા મારગે
ટેકરાં ખાડાં ભલે આવ્યા કરે
ચાલનારા તો સતત ચાલ્યા કરે
હું હૃદયના આઈનામાં જોઉં તો
મારા જેવા સૌ મને લાગ્યા કરે
એક નાનકડા મિલનની વાટમાં
તું યુગોમાં રાત લંબાવ્યા કરે
તું નગરની ભીડ વચ્ચે આમતેમ
એકલો ખોવાઈ શું ગોત્યા કરે
હોય ના કેવળ વસંતો રોજ રોજ
પાનખર જેવું ‘રસિક’ આવ્યા કરે
No Comments »