મને આપ્યું
Jan 30th 2008rasikmeghaniશુષ્ક લાંબા મારગે
પ્રેમ ભીંનું વલણ મને આપ્યું
દર્દે દિલનું શરણ મને આપ્યું
લોહી ટપકે ધબકતા દિલ સાથે
લાગણીનું ઝરણ મને આપ્યું
ધોમ તડકો ઉઘાડા આભ તળે
ચાલવા આખું રણ મને આપ્યું
જિંદગી આખી જીવવા માટે
મોતનું વિસ્તરણ મને આપ્યું
એટલે આમતેમ ભાગું છું
આ નગરનું હરણ મને આપ્યું
જિંદગીના ઉદાસ રસ્તામાં
બંધ ઘરનું ભ્રમણ મને આપ્યું
સૂર્ય આખો ‘રસિક’ના પાલવમાં
તારલાનું કિરણ મને આપ્યું
No Comments »