પ્રથા ઘરમાં-‘રસિક’ મેઘાણી
Mar 4th 2008rasikmeghaniશુષ્ક લાંબા મારગે
એજ બાકી રહી પ્રથા ઘરમાં
જુની દુનિયા મળી નવા ઘરમાં
દિલની દુનિયા વસાવવી પડશે
મન તો મૂંઝાશે એ વિના ઘરમાં
ખાલી દીવાલથી નહીં ચાલે
જોઈએં છતને બારણા ઘરમાં
બીજે આરામ એવો ક્યાં મળશે
જેવો એ મળશે આપણા ઘરમાં
દિલને દરિયા સમી ગહનતા દે
ઘરની વાતોને રાખવા ઘરમાં
રાખ સમ વાતને હવા દેતા
આગ લાગી જશે બધા ઘરમાં
વાટ જોવાનો છે ‘રસિક’ મારી
વાર લાગી અગર જવા ઘરમાં
No Comments »