સાચી વાત-‘રસિક’ મેઘાણી
Mar 3rd 2008rasikmeghaniશુષ્ક લાંબા મારગે
એણે કીધી કદી જો સાચી વાત
શૂળ પેઠે એ દિલમાં લાગી વાત
કાલે પરખી છે જેને દુનિયાએ
એજ આજે હજી છે સાચી વાત
સઘળે તારા ભરમને જાળવવા
કોઈ સામે ન કર તું મારી વાત
ચાર દિવાલ વચ્ચે રાખીને
ઘરમા દાટી બધીજ ઘરની વાત
તોય એની સજા હું પામ્યો છું
જોકે મારે હતી અજાણી વાત
કોઈ પૂછે વિયોગી દિલ માટે
એને કેજો ‘રસિક’ની સઘળી વાત
No Comments »