દૂર હટાવી લેવું-“રસિક” મેઘાણી
Feb 1st 2008rasikmeghaniશુષ્ક લાંબા મારગે
મારી નજરોથી તને દૂર હટાવી લેવું
જાણે સૂરજને કહીં ધુમ્મસમાં છુપાવી લેવું
મર્મ જીવનનો હવે એજ છે જગમાં આજે
આતમા વેંચી બદન મારે બચાવી લેવું
તારી યાદો બધી અશ્રૂથી સમેટી લેવા
દિલના જખમો બધા દામનમાં છુપાવી લેવું
કોઈ ના પ્રેમ કરે દ્રેષની આ દુનિયામાં
હાથમાં એટલે પથ્થરને ઉઠાવી લેવું
જિંદગીભરનો હો સંગાથ ફકત એનાથી
કોઈથી જયારે કદમ સાથ મિલાવી લેવું
આજ મારૂં કાં નગર જોઈ મને એ લાગે
એક વેરાન કહીં વગડો વસાવી લેવું
કંટકો આપી ગયા રંગ ‘રસિક’ લોહીનો
હાથને મોંઘું પડયું પુષ્પ ઉઠાવી લેવું
No Comments »