દુઆ માંગે-“રસિક” મેઘાણી
Feb 1st 2008rasikmeghaniશુષ્ક લાંબા મારગે
મારૂં દિલ એટલી દુઆ માંગે
ધોમ તડકામાં છાંયડા માંગે
ઝેર પીધાં છે ત્યારે જાણીને
આપણા જયારે પારખા માંગે
જેની થાકીને વાટ જોઈ રોજ
આજ દિલ એને ભૂલવા માંગે
કોણ રોકી શકે છે તેઓને
ચાલનારા જો ચાલવા માંગે
એની કિસ્મતનું રોવું છોડ ‘રસિક’
રણની વચ્ચે જે ઝાંઝવા માંગે
No Comments »