નિર્મળ દે
Jan 26th 2008rasikmeghaniભીની ભીની આંખો
જિંદગી મારી એવી નિર્મળ દે
તારા માટે હમેંશા વિહવળ દે
જેમાં કેવળ લખું હું તારા ગુણ
કોઈ એવો મને તું કાગળ દે
ધોમ ધખતા બપોરે ચાલ્યો છું
સાંજ મારી હવે તું શીતળ દે
એક તારા હું દ્વારે ઊભો છું
બંધ એની હવે ન સાંકળ દે
કાલ વીતી ગઈ, દે એવી આજ
આવતી કાલ એની આગળ દે
જિંદગીનાં વિરાટ રસ્તામાં
કયાંય થાકું નહિ તું એ બળ દે
જિંદગી આપ તો એવી આપ
રાત દિ’ મારી દે તો ઝળહળ દે
કોઈના દુઃખથી જે દુઃખી થાયે
દિલ ‘રસિક’નું તું એવું કોમળ દે
No Comments »