તમે યાદ આવશો
Jan 26th 2008rasikmeghaniશુષ્ક લાંબા મારગે
મન કાંઈ ઝંખશે ને તમે યાદ આવશો
વ્યાકુળ હૃદય થશે ને તમે યાદ આવશો
કોઈ નવોઢા નારના ઝાંઝર સજેલા પગ
ઝંકાર આપશે ને તમે યાદ આવશો
મંઝિલ નજીક આવતાં થાકી જશું અમે
બેચાર ડગ હશે ને તમે યાદ આવશો
કાળી અમાસ રાતે કોઈ સોણલા મહીં
દ્યરપત અપાવશે ને તમે યાદ આવશો
પથરાળા પંથે મોજથી ચાલ્યા ઉભય હતાં
મન એ વિચારશે ને તમે યાદ આવશો
મોસમ બદલતા રૂપમાં જ્યારે ઉમંગથી
રંગો સજાવશે ને તમે યાદ આવશો
કોઈની વાટ જોતા કદી એકલા ‘રસિક’
બેચેન દિલ થશે ને તમે યાદ આવશો