એ ઘર છે આપણું
Jan 26th 2008rasikmeghaniશુષ્ક લાંબા મારગે
ના કોઈનો નિવાસ છે, એ ઘર છે આપણું
ના કયાંય પણ ઉજાસ છે, એ ઘર છે આપણું
દીવાલે રંગ ના થયો વર્ષોથી જ્યાં, તે આજ
શેવાળનો લિબાસ છે, એ ઘર છે આપણું
ફળિયામાં કાંટા ગોખરાં વિખરેલ છે બદ્યે
ના પુષ્પની સુવાસ છે, એ ઘર છે આપણું
બારી, વરંડો, બારણા, તૂટેલ ભીંત પણ
ખંડેર આસપાસ છે, એ ઘર છે આપણું
બાઝી ગયેલ જાળાં બદ્યે દ્યૂળદ્યૂળ પણ
મન જોઈ જે ઉદાસ છે, એ ઘર છે આપણું
મોસમ હતી જ્યાં એકલા પૂનમના રાતદી’
ત્યાં આજ બસ અમાસ છે, એ ઘર છે આપણું
દીવાલે કયાં કયાં રિકત છબી ટાંગતા રહ્યા
એનો હવે કયાસ છે, એ ઘર છે આપણું
છેલ્લું મકાન છેલ્લી ગલીમાં છે ને ‘રસિક’
રસ્તો પછી ખલાસ છે, એ ઘર છે આપણું
No Comments »