થઈ જાઉં
Jan 26th 2008rasikmeghaniશુષ્ક લાંબા મારગે
એ જાને તમન્ના પ્રેમ ભર્યા બે શબ્દ કહી દે થઈ જાઉં
વાદળ બનીને વર્ષું કહીં; કહીં તોફાન સમીપે થઈ જાઉં
છે પ્રેમની ઘાટી એમાં તો, વસવાટ જીવનભર કરવાને
તું મારી હસીને થઈ જાયે, હું તારો હસીને થઈ જાઉં
કાળી માઝમ રાતમાં એમજ હું ખાળું આંધી તોફાનો
તુજ વાટનો દીવો બળતો રહું ને રાખ બળીને થઈ જાઉં
પ્રેમ નગરના ગીતો ગાવા, નીલ ગગનનો પંખી થાઉં
એકલો એકલો થઈ ના શકાયે, તુજ સાથ મળીને થઈ જાઉં
એકવાર સમર્પણ થઈ જાઉં, તુજ જયોતની આગળ પાછળ ને,
હું પ્રેમના પંથે એમ નિછાવર સો વાર પછીયે થઈ જાઉં
તું પારસ છે હું પથ્થર છું, તું ઈચ્છે બધુંયે થઈ જાયે
સંસર્ગમાં તારા એથી ‘રસિક’ હું કાંઈ નથીને થઈ જાઉં
No Comments »