સતત ઘોળી તમે-”ઊર્મિસાગર”

લાગણી દિલમાં સતત ઘોળી તમે,
પણ તમન્નાની કરી હોળી તમે.

ભૂલવાનાં વેણને જૂટલાવવા,
મોકલાવી યાદની ટોળી તમે.

‘લાગણી ભરપૂર છે’ દાવો કરી,
ત્રાજવે વ્યવહારનાં તોળી તમે.

ભૂલવા જેવી ને જે મુફલિસ હતી,
વાત શાને આમ વંટોળી તમે?

દમ હશે, કળ પણ હશે એમાં જરૂર,
અંતરે મુજ જાત તરબોળી તમે.

જિન્દગીભર જાગરણ કરશે હૃદય,
કેમ સૂતી ઊર્મિ ઢંઢોળી તમે?

-’ઊર્મિ’
ઊર્મિનો સાગરના સૉજન્યથી
http://urmisaagar.com/urmi/

1 Comment »

One Response to “સતત ઘોળી તમે-”ઊર્મિસાગર””

  1. ઊર્મિ on 31 Mar 2008 at 2:19 am #

    આભાર રસિકભાઈ…!

Trackback URI | Comments RSS

Leave a Reply