વસતો નથી-વિવેક મનહર ટેલર

શરીરોમાં માણસ આ વસતો નથી,
સમય પણ લગીરે ય ખસતો નથી.

તું પણ પહેલાં જેવું વરસતો નથી,
અને હું ય એવું તરસતો નથી.

અરીસાએ ભીતરથી નીકળી કહ્યું:
‘થયું શું, તું વરસોથી હસતો નથી ?’

મળો તો મળો હાથ બે મેળવી,
મળો તે છતાં એ શિરસ્તો નથી.

સદી આખી ખંડેર મોંહે-જોના,
મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.

હું તારા ઈરાદાઓ જાણું છું, થોભ !
હું સસ્તો નથી, હું અમસ્તો નથી.

-વિવેક મનહર ટેલર
” શબ્દો છે શ્વાસ મારા “ના સૉજન્યથી
http://vmtailor.com/archives/220

2 Comments »

2 Responses to “વસતો નથી-વિવેક મનહર ટેલર”

  1. વિવેક ટેલર on 08 Apr 2008 at 5:17 am #

    સદી આખી ખંડેર મોંહે-જોના,
    મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.

    – આ આખરી શેર રહી ગયો છે…

  2. વિવેક ટેલર on 08 Apr 2008 at 1:09 pm #

    એક બીજી વિનંતી… મારા નામ આગળથી ડૉ.નું લેબલ હટાવી શકાય તો ગમશે… શરૂઆતમાં મારા નામ આગળ આ પદવી ચોંટાડી રાખવાની ભૂલ મેં પણ કરી હતી..

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.