એ પ્રેમ છે?-’ઊર્મિ’

શબ્દથી હું કહું તને કે ‘પ્રેમ છે’, એ પ્રેમ છે?
લાગણી મઢવાને શબ્દો કમ પડે, એ પ્રેમ છે.

સાથનો અહેસાસ દૂરીમાં રહે એ પ્રેમ છે,
ને મિલનની પ્યાસ મળવામાં રહે એ પ્રેમ છે.

દે ભલેને, દુ:ખ વિરહનું કાળજે નાસૂર થઇ,
સ્મિત થઇને અશ્રુમાં આવી ભળે એ પ્રેમ છે.

જો વલોવે તું નિરંતર એષણાની છાસને,
ભાવનાનું જે પછી ગોરસ બચે એ પ્રેમ છે.

હું નથી કંઇ, તું નથી કંઇ, સાથનું અસ્તિત્વ છે,
ક્યાંકથી એવી સમજ આવી ચડે એ પ્રેમ છે.

ઓટ જો આવે કદી મુજ ઊર્મિનાં સાગર મહીં,
તું બની પૂનમ ફરી ભરતી ભરે એ પ્રેમ છે.
-ઊર્મિસાગર
urminosaagar@yahoo.com
urmisaagar.com

1 Comment »

One Response to “એ પ્રેમ છે?-’ઊર્મિ’”

  1. ઊર્મિ on 24 Mar 2008 at 7:16 pm #

    પ્રિય રસિકભાઈ, આપની પસંદગીની ગઝલોમાં મારી ગઝલને સ્થાન આપવા બદલ આપની ખૂબ ખૂબ આભારી છું…!!

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.