તો અમે યાદ આવશું
Jan 28th 2008rasikmeghaniશુષ્ક લાંબા મારગે
ફોરમ પ્રસારશો તો અમે યાદ આવશું
રંગો સજાવશો તો અમે યાદ આવશું
ટાખળ કરી અને કદી તમ રૂપ ઘેલાને
પાગલ બનાવશો તો અમે યાદ આવશું
ઝાંકી અતીતમાં કદી જોવાનું થાશે મન
પાંપણ પલાળશો તો અમે યાદ આવશું
વર્ષોથી જૂની યાદના જાળા અને પડળ
જ્યારે હટાવશો તો અમે યાદ આવશું
ચોગમ દિશા વિહોણા મહારણમાં એકલા
કોઈને ગોતશો તો અમે યાદ આવશું
શીતળ મધુર વીરડે ખોબો ભરી કદી
તૃપ્તિ મિટાવશો તો અમે યાદ આવશું
મંઝિલ વિહોણા એકલા છાયાને ગોતતા
રસ્તામાં થાકશો તો અમે યાદ આવશું
ભૂલો ‘રસિક’પડે નહિ એથી તિમિરની રાત
દીપક પ્રજાળશો તો અમે યાદ આવશું
No Comments »