કિનારો અલગ છે- હિમાંશુ ભટ્ટ

લહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે
સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે

ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે
અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે

ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો અલગ છે
ઘડી કારમી પણ, વિતાવી હો સાથે, પડે છે જે દિલ પર પ્રભાવો અલગ છે

સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે

જીત્યો કૌરવોને જે, કાબાથી હાર્યો, પળે પળ વિધીનો ઈરાદો અલગ છે
ક્દી વાંદરો છું, કદી છું મદારી, છે ડમરું તો એકજ તમાશો અલગ છે

હિમાંશુ ભટ્ટ
(એક વાર્તાલાપના સૉજન્યથી)
http://ekvartalap.wordpress.com/

2 Comments »

2 Responses to “કિનારો અલગ છે- હિમાંશુ ભટ્ટ”

  1. rasikmeghani on 25 Mar 2008 at 4:22 am #

    આ આખી ગઝલમાં મત્લા જ છે જેને મત્લાનુમા કહેવાય છે. ઉર્દુમાં તેનો ખસ મહિમા ગણાય છે- “રસિક” મેઘાણી

  2. ઊર્મિ on 31 Mar 2008 at 2:18 am #

    હિમાંશુભાઈની મને ઘણી ગમતી ગઝલોમાંની એક ગઝલ… આવી જ એક મત્લાગઝલની મારી પણ એક કોશિશ… ‘પ્રેમપત્ર’ http://urmisaagar.com/urmi/?p=555

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.