થોડુ મારા વિશે – કવિ રાવલ

થોડુ તારા વિશે થોડુ મારા વિશે
એમ પૂછે બધા બે કિનારા વિશે

તો’ય અંદાજ પામી શકે કેમ પણ ?
આપણી વચ્ચમાં વ્હેલ ધારા વિશે..

પૂછજો બસ તમે એમ કૈં યાદ છે ?
એક રાતે ખરેલા સિતારા વિશે..

હેંસિયત ને વજુદના સવાલો બધા..
ખુદ કરેલા હતા મેં જ મારા વિશે

એકલી સાંજના ડૂબવાને ખબર..
આંસુઓ આ હશે કેમ ખારા વિશે

પૂછજો આભને ચાંદ તારા વિશે
જાણવું હોય જો અંધકારા વિશે

-કવિ રાવલ
(http://www.kaviwithwords.blogspot.com)
kaviwithwords@gmail.com

3 Comments »

3 Responses to “થોડુ મારા વિશે – કવિ રાવલ”

  1. rasikmeghani on 23 Mar 2008 at 8:32 am #

    કવિ રાવલની આ ગઝલ મને ખુબજ પસંદ પડી ને મેં તાત્કાલિક નવો વિભાગ ખોલીને તેમાં સામેલ કરી, હું તેમનો આભરી છું.કોપીરાઇટ જેવું હોય તૉ જાણ કરે તો હું હટાવી દઈશ-રસિક મેઘાણી

  2. KAVI on 23 Mar 2008 at 1:59 pm #

    આપની આભારી છુ.

  3. વિવેક ટેલર on 08 Apr 2008 at 5:15 am #

    સુંદર ગઝલ…

    “અંધકારા” એક નવો જ શબ્દ-પ્રયોગ… પણ વ્હેલ કેમ? વહેલ શા માટે નહીં?

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.