સનમની સપાટે- ‘રસિક’ મેઘાણી (હઝલ)

મિલન મસ્તી કાઢી સનમની સપાટે
લખેલું હતું કઈંક એવું લલાટે

બુફેમાં થયો લાભ ડાકુ થવાનો
ભરી એણે થાળી ઝપાટે ઝપાટે

હજમ કોણ કરશે, થશે ગેસ કોને
લખ્યું નામ એનું બટાટે બટાટે

સુખી એ થવાનો છે બન્ને ભુવનમાં
પતિ એ કે બેશબ્દ પત્ની જો ડાટે

તમે ભાઈ જોરૂના, બાબાના મામા
પછી મારા જેવો તમારાથી ખાટે ?

અમારૂં તો ગમતું ગયું ગારબેજે*
ને બાળોતિયા સાચવેલા કબાટે

‘રસિક’ એના ઘરપર જવાનું છે જલ્દી**
ઘણા ફોન કીધા છે મહેતા વિરાટે

*કચરામાં
**હયુસ્ટનના સાહિત્ય રસિક જીવ તેમના ઘરે આ હઝલ
મેં વાંચી હતી

1 Comment »

One Response to “સનમની સપાટે- ‘રસિક’ મેઘાણી (હઝલ)”

  1. ઊર્મિ on 01 Apr 2008 at 11:54 pm #

    :-) મજા આવી ગઈ…

Trackback URI | Comments RSS

Leave a Reply