અજવાસ છે-ઉર્વીશ વસાવડા
Mar 24th 2008rasikmeghaniમારી પસન્દ-ગઝલો
જિંદગીનો ત્યાં સુધી અજવાસ છે
આયખામાં જ્યાં સુધી બસ શ્વાસ છે
સૂર્ય ઝળહળ થાય છે મધરાતના
આપણું છે કે બીજું આકાશ છે ?
એ દગો દેશે નહીં ક્યારેય પણ
શબ્દ પર મારો અટલ વિશ્વાસ છે
મેં ઉતાર્યું છે અહમનું પોટલું
એટલે ખભા ઉપર હળવાશ છે.
ઉર્વીશ વસાવડા
( અમીં ઝરણુંના સૉજન્યથી )
amitpisavadiya.wordpress.com
No Comments »