કેવો મનહર -‘રસિક’ મેઘાણી
Mar 14th 2008rasikmeghaniનવી ગઝલો
કેવો અનુપમ કેવો મનહર
તારો હસતો ચહેરો સુંદર
ચહેરે શીતળ શાંત સરોવર
અગ્નિ અગ્નિ દિલની ભીતર
દાવાનળ જો દિલનું ઉકળે
ઉછળે મોજા સાત સમંદર
આપણા પંથે ધૂળને ઢેફા
કયાંક છે કંકર, કયાંક છે પથ્થર
મનના મોસમ રોજ નવીનતમ
કો’દી ચૈતર, કો’દી ભાદર
એજ છે આશા, એજ નિરાશા
રમતો રહું છું શમણા અંદર
No Comments »