વાત હતી

સમસ્ત એષણા પામી જવાની વાત હતી
તમારા ઉંબરે આવી જવાની વાત હતી

રડીને ઘાવ હું ભૂલી ગયો‘તો એ માટે
હસીને જિંદગી જીવી જવાની વાત હતી

જખમ હૃદયના પછી જાણતે જમાનો પણ
અમારી આંખને વરસી જવાની વાત હતી

અથાક ચાલતે બંને અનંત રસ્તામાં
તમારા વિણ હવે થાકી જવાની વાત હતી

ઉષાની ફૂટતી કિરણો ઘણુંય કરતે‘રસિક’
તિમિરની રાતને વીતી જવાની વાત હતી

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply