નથી ગમતા

સુખના દિવસો બધા નથી ગમતા
એક સમ એકલા નથી ગમતા

આજ કેવી વસંત આવી છે
પુષ્પ કે પાંદડા નથી ગમતા

નામ તારૂં ન કયાંય જેમાં હોય
એવા સંભારણા નથી ગમતા

પ્રેમ- પૂર્વક તમે જે આપ્યા છે
ઘાવ એ છેદવા નથી ગમતા

ખોઈ નાખ્યા જે દિવસો તડકામાં
છાંયડે ગોતવા નથી ગમતા

જેને દિલમાં લખીને રાખ્યા છે
પત્રમાં વાંચવા નથી ગમતા

યાદ કરતા નથી છતાંય ‘રસિક’
એમને ભૂલવા નથી ગમતા

1 Comment »

One Response to “નથી ગમતા”

  1. pravina Avinash on 26 Feb 2008 at 7:10 pm #

    નજર્યું સમક્ષ તરવરતા રહો
    ખ્વાબોમાં જોવા નથી ગમતા

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help