કોઈ કોઈ છે- ‘રસિક’ મેઘણી

રૂઝી ગયા એ દિલના જખમ કોઈ કોઈ છે
ભૂલી ગયો એ તારા સિતમ કોઈ કોઈ છે

ચાલે જે ફૂંકી ફૂંકી કદમ કોઈ કોઈ છે
જાણે અગમ નિગમ ના ભરમ કોઈ કોઈ છે

લોહીના આંસુ કેમ રડે છે નયન બધા
મેં તો હજી બતાવ્યા જખમ કોઈ કોઈ છે

છાપામાં રોજ વાંચે બધા એકમેકને
મુઠ્ઠીમાં બંધ હો એ ભરમ કોઈ કોઈ છે

કાલે અહિ પડાવ હતો એક સંઘનો
ચોમેર આજ નકશે કદમ કોઈ કોઈ છે

અંતાઈ જાય કેમ સફર આપણી ‘રસિક’
મંઝિલ ભણી ઉઠાવ્યા કદમ કોઈ કોઈ છે

1 Comment »

One Response to “કોઈ કોઈ છે- ‘રસિક’ મેઘણી”

  1. devika on 26 Feb 2008 at 12:29 pm #

    વાહ,વાહ,બહોત ખુબ

Trackback URI | Comments RSS

Leave a Reply