ખાબોચિયામાં તરવાનું
Jan 29th 2008rasikmeghaniશુષ્ક લાંબા મારગે
એક ખાબોચિયામાં તરવાનું
એમાં ડૂબી અને ઉભરવાનું
રંગ સાથે સુગંધ્ ભળવા દો
એ પછી પુષ્પ નીચે ખરવાનું
ચાંદ, સૂરજ બધાએ ઊંચકીને
એકવેળા સુદ્યી જ ફરવાનું
સોચના બીજ વાવી નીંદરમાં
રાતને દિ’ સપનમાં સરવાનું
તરતા થાકી જરાક રોકાયો
મોજને એ સમય ઉભરવાનું
આંખમાં દિલ વસાવી ચકલીનું
ખુદના પગરવથી ઘરમાં ડરવાનું
ચિત્રે જાહોજલાલી ટાંકી ‘રસિક’
રિકત દીવાલપર ઉભરવાનું
No Comments »