ખાબોચિયામાં તરવાનું

એક    ખાબોચિયામાં    તરવાનું
એમાં   ડૂબી    અને   ઉભરવાનું

રંગ   સાથે    સુગંધ્  ભળવા   દો
એ  પછી   પુષ્પ  નીચે  ખરવાનું

ચાંદ, સૂરજ   બધાએ  ઊંચકીને
એકવેળા    સુદ્યી   જ    ફરવાનું

સોચના   બીજ  વાવી   નીંદરમાં
રાતને   દિ’  સપનમાં   સરવાનું

તરતા    થાકી    જરાક   રોકાયો
મોજને   એ   સમય   ઉભરવાનું

આંખમાં દિલ  વસાવી  ચકલીનું
ખુદના પગરવથી ઘરમાં ડરવાનું

ચિત્રે જાહોજલાલી   ટાંકી ‘રસિક’
રિકત   દીવાલપર    ઉભરવાનું

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply

Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help