એક ના સીધી લીટી

જીવન સાંજે  જોઈ બધી તો એક  ના સીધી લીટી
દોરી  દોરી  થાકયો એમજ  આડી  અવળી  લીટી

રસ્તા  વચ્ચે   ઊભા  ઊભા  વાટ  ઘણી  મેં  જોઈ
થાકી   છેવટ  નામને  એના  મારી    દીધી લીટી

યાદ  તમારી  એવી  રીતે  ભૂલ્યો  સમયની  સાથે
અક્ષર જાણે  ભૂંસાઈ  ગયા  ઝાંખી  ઝાંખી  લીટી

ધીમે  ધીમે    સમજી  સમજી   પ્રેમની  ધારે  ધારે 
એમ   તને મેં લખ્યો  કાગળ  નોખી નોખી  લીટી

ધોળા   ધોળા  કાગળ  લઈને  લખ્યું   એમાં  એવું
કાળા  કાળા  અક્ષર  નીચે   ઝીણી   ઝીણી   લીટી

મેં  એકી  ટશે, મુગ્દ્ય  થઈને  જોયો  તારો કાગળ
સુંદર  અક્ષર,  સુંદર  શબ્દો, સુંદર   એવી  લીટી

જોકે ‘રસિક’ની ગણના છે ના વિદ્વાનોમાં તો પણ
વાંચી વાંચી  સમજી  લીધી  અઘરી અઘરી   લીટી

No Comments »

Trackback URI | Comments RSS

Leave a Reply