અજવાળામાં
Jan 27th 2008rasikmeghaniનવી ગઝલો
જિંદગી એમ ગુજરતી રહી અજવાળામાં
લૂ વરસ્તી’તી રણે પ્યાસ ભર્યા તડકામાં
એક દર્પણ હતું, એને ફરી જોયા કીધું
કેમ જાણે હતું એવું તે શું એ ચહેરામાં
બંધ આંખોના પડળને જરા એ તો પુછો
કેવા સપનાઓ સજાવ્યા છે મેં અંધારામાં
ચીસ એના પછી યુગ યુગ સુધી સુણસે દુનિયા
બંધ હોંઠો છતાં દિલના છે જે ધબકારામાં
હાથમાં સંગ હતાં, પ્રેમનો રસ્તો રોકી
આમ તો મારા હતાં લોકો બધા જોવામાં
એક ઈચ્છા છે ‘રસિક’, એની દુઆ છે કેવળ
એને ‘ડેમી’ નદી જોવી છે જઈ ‘ટંકારા’માં
No Comments »